Advt. No. 61/2015-16
Result: Click Here
More Details: Click Here
આજના આ યુગમાં વેપાર કરવા માટે જુનું પુરાણું જ્ઞાન કામ આવી શકે તેમ નથી.જુના જમાનામાં ત્રાજવાના એક પલ્લામાં અનાજ કે તેવી વસ્તુ કે જે તમારી પાસે હોય અને બીજા પલ્લામાં તમારે જે ખરીદવાનું હોય તે વસ્તુ મુકીને વેપાર વિનિમય થતા. એના પછી નાણાકીય વ્યવહાર આવ્યા.... નાણાં આપો અને વસ્તુ ખરીદો.... આજે યુગ ઘણો બદલાઈ ગયો છે.આજે હાઈફાઈ ટેકનોલોજીનો જમાનો છે.વેપાર ધંધા આજે જયારે ઓનલાનઈ થતા જાય છે..... ત્યારે આપણા સમાજમાં કે જેમણે બાપગોતરમાંય વેપાર કર્યો ન હોય અને જયારે સમાજના યુવકો વેપાર ધંધામાં જોડાય છે ત્યારે ખરેખર ખુબ જ કરૂણતા સર્જાય છે.
જેમની ગળથુથી વેપાર છે તેવા વેપારીઓની પેઢીઓમાં આપણા યુવકો ધંધો શીખવા જોડાય છે પરંતુ વેપારનો સાચો રાજ જાણવા મળતો નથી.પરિણામે અધકચરા જ્ઞાનથી આપણા યુવાનો વેપાર ધંધામાં ખુબ જ મુશ્કેલીઓ અનુભવે છે.જે તદન સત્ય હકીકત છે.
વેપાર એ એવો ગહન વિષય છે કે જેને ટુંકમાં કહી શકાય કે જેનો કોઈ પાર નથી..... જેનું દરિયા જેટલું ઉંડાણ છે અને જેની કોઈ સીમા નથી તેનું નામ વેપાર.આમ વેપાર નો કસબ જાણવો વેપાર કરવા વાળા માટે ખુબ જ જરૂરી છે.
આમ આપણા આ મંડળ થકી સમાજના વેપાર કરતા અને વેપારની પ્રબળ ઈચ્છા શકિત ધરાવનાર નવયુવાનોને વેપાર કરવાની બુદ્ધિ કેળવાય તથા વૈશ્વિક અને હરીફાઈવાળા બજારમાં ટકકર લઈ શકે તે માટે વેપાર ક્ષેત્રના તજજ્ઞો અને સમાજના સફળ વેપાર ઉદ્યોગ કરતા મહાનુભાવોનો અનુભવ મળી રહે તેવા હેતુથી અલગ અલગ સેન્ટર મુજબ વેપારી વકૅશોપનું આયોજન કરવું અને સમાજને આથિૅક રીતે સમુધ્ધ કરવામાં યોગદાન આપવું.
આજના આ યુગમાં ખેતી પધ્ધતિમાં ઘણો જ પલટો આવી ગયો. આપણે સૌ જાણીએ છીએ આપણા વડવાઓ લાકડાના પૈડાવાળા ગાડા બળદથી ખેતી કરાવતા... ચોમાસામાં આકાશમાં મેઘાની રાહ જોતા ... વર્ષમાંએક વખત ખેતી થતી અને તે પણ વરસાદના વરસે તો બંધ ... એ જમાના પછી આપણને યાદ છે, કૂવામાંથી કોષ્ ધ્વારા પિયત કરી ખેતી થવા લાગી .. ત્યારબાદ મશીન આવ્યા ... એ સમય વિત્યો એટલે ટયુબવેલ આવ્યા અને ઈલેકટ્રીક મોટર પંપ આવ્યા .. અને ચોમાસુ , શિયાળુ અને ઉનાળું ત્રણ ત્રણ સિજન ખેતરોમાં લહેરાતી થઈ અને વડવાઓ ત્રણ થીંગડાવાળા પુઠીયા પહેરતાં ત્યારે આજે સામાન્ય ખરોચ વાળો પહેરણ - ઝભ્ભો તરત જ બદલાઈ જાય છે...
મિત્રો આ વાત થઈ સમયના પરિવતૅનની અગાઉના વડવાઓ સમય સમય પ્રમાણે ખેતીમાં બદલાવ લાવતા ગયા અને સુખ સમૃદ્ધિને પામતા ગયા.. પરંતુ હવે એક ઓર મોડ (બદલાવ) આવી રહયો છે... બલ્કે આવી ગયો છે. આપ સૌ જાણો છો કે આ એકવીશમી સદી જ્ઞાનની સદી છે. ટેકનોલોજીની સદી છે. બધા જ ક્ષોત્રોમાં નવી નવી ટેકનોલોજી નો પાદુર્ભાવ થઈ રહયો છે. ત્યારે આપણું આ કૃષિક્ષેત્ર પણ બાકી નથી.
આજે કૃષિ ક્ષેત્રમાં ખુબ જ ઝડપથી સુધારા થઈ રહયા છે. આજે અઢળક ઉત્પાદન આપતા બિયારણો શોધાયા છે. એ અઢળક ઉત્પાદનો આપતા પાકો ને વાવવા , વાઢવા અને થ્રેસીંગ કરવા માટેના આધુનિક યંત્રો આવી ગયા અને એમાં પણ નિતનવા સુધારા થઈ રહયા છે. એજ રીતે પાક સંરક્ષાણ માટે જાતજાતની રાસાયણિક અને જૈવિક દવાઓ આવી ગઈ. જાત જાતના જમીનની પ્રત મુજબના રાસાયણિક / જૈવિક ખાતરો આવી ગયા. આજે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે ભણેલો ગણેલો ખેડુત મુંજાઈ ગયો છે. ત્યારે અભણ ખેડુતની તો દશા કંઈ અલગ જ છે.
આ પરિસ્થિતિમાં અપણા આ મંડળની પણ એક જવાબદારી બને છે. અને આપણા આ મંડળ થકી અલગ અલગ સ્થળોએ ખેડુત સેમીનાર નંુ આયોજન કરી ખેડુતોને કૃષિ તજજ્ઞો ધ્વારા અને પ્રગતિશીલ ખેડુતો ધ્વારા માગૅદશૅન પુરૂ પાડવું, અને ખેતીવાડી અધિકારીઓ ધ્વારા સરકાર તથા સહકાર ખાતા ધ્વારા મળતી સહાય વિશે અને અવાર - નવાર યોજાતા કૃષિ મેળા વિશે જાણકારી માર્ગદર્શન પુરૂ પાડવું.
“ પહેલું સુખ તે જાતે નર્યા ” માનવીના જીવનના જે ત્રણ સુખોનું વણૅન કરવામાં આવે છે તેમાં માનવી પોતાના શરીરને પોતાના જીવન દરમિયાન જો નિરોગી રાખી શકે તો બાકીના સુખ મેળવવામાં કોઈ તકલીફ આવી શકે નહિ.
આપણે જાણીએ છીએ કે આજના યગુમાં જયારે માનવી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને ભૌતિક સુખ સગવડો મેળવવા માટે સતત ભાગદોડ કરી રહેલ છે. જેમાં ઘણી વખત પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખુબજ બેદરકાર રહે છે.ખાવા-પીવામાં અનિયમિતતા..... જાત જાતના વ્યસન..... જાત જાતના મસાલાયુકત ખોરાકો..... અપુરતો આરામ..... વગેરે... વગેરે... પરિણામે માનવીનું સ્વાસ્થ્ય ખોરવાય છે. કોઈએ કહયું છે કે Wealth Is Lost ...Nothing Lost , Health Is Lost......Somthing Is Lost ...... આમ ધન દોલતથી પણ સ્વાસ્થ્યને વધુ મહત્વ આપેલ છે. જેનું સ્વાસ્થ્ય સારૂં તેનું બધું જ સારૂં.... !!!
આમ અપણું આ સંગઠન સમાજમાં સ્વાસ્થ્ય બાબતે જાગુકતા લાવવા સ્વાથ્યને લગતા તજજ્ઞો, ડોકટરો તથા યોગ શિક્ષકો ધ્વારા સેમીનારોનું આયોજન કરે છે.
સાથે સાથે આ સંગઠન સમાજમાં વ્યસનોની બદી ન ફેલાય તેવા સેમિનારોનું પણ આયોજન કરે છે. આયોજન કરી પ્રચાર પ્રસારનું કાયૅ પણ કરે છે.
તંદુરસ્ત શરીર ........................ તંદુરસ્ત વિચાર ....................... તંદુરસ્ત સમાજ ........................
|| જય રાજેશ્વર || || જય આંજણા ||
0 comments:
Post a Comment