સતત બીજા વર્ષે રાજ્ય કક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ~ BHESHANA

Monday, 13 February 2017

સતત બીજા વર્ષે રાજ્ય કક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં

ગુજરાત રાજ્યના 41 મુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન પાટણ મુકામે યોજાયુ હતુ. જેમાં શાળાની બે કૃતિ પસંદગી પામી હતી. બનાસકાંઠા જીલ્લાની કુલ પાંચ કૃતિ પૈકી ભેસાણા પગાર કેન્દ્ર શાળાની બે કૃતિ હતી. શાળાના ગૌરવ પીંછામાં વધારો કરતું અંત્યંતગૌરવશાળી પીછું.






ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાંશાળાના આચાર્ય પરિમલભાઈ પટેલ તથા સી.આર.સી કો.ઓ કરશનભાઈ પઢાર.

ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાંશાળાના આચાર્ય પરિમલભાઈ પટેલ તથા સી.આર.સી કો.ઓ કરશનભાઈ પઢારતથા વડીયા પ્રા.શાળાના ઉત્સાહી તથા તજજ્ઞ આચાર્ય શ્રી વિકાસભાઈ દરજી.


Monday, 16 September 2013

વિજ્ઞાન મેલો 2013 માં ભાગ લીધેલ ભેસાણા પે. કે. શાળા ની કૃતિઓ......


                                              વિભાગ -2 ની કૃતિ...

                    




શ્રી ભેસાણા પગાર કેન્દ્ર શાળા
ગણિત વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૩-૨૦૧૪
વિભાગ-૨  ઉર્જા
કૃતિનું નામ :- બહુ હેતુક ઉર્જા યંત્ર
માર્ગદર્શકસોલંકી અજયકુમાર સી.
બાળ વૈજ્ઞાનિક: (1) ચૌધરી મહેશભાઇ એલ. (2) ચૌધરી સુરેશભાઇ એચ.
સિધ્ધાંત :-
(ઉષ્માઉર્જાનું યાંત્રિકઉર્જામાં રૂપાંતર
(યાંત્રિકઉર્જાનું વિધ્ધુતઉર્જામાં  રૂપાંતર
           (સૌર ઉર્જાનું વિધ્ધુતઉર્જામાં  રૂપાંતર
પ્રસ્તાવના :-
                     હાલમાં દેશ વિદેશમાં વસ્તી વિસ્ફોટની સાથે સાથે વ્યક્તિઓની જરૂરિયાતોમાં પણ સતત વધારો થતો રહ્યો છેતેમજ દેશમા ગ્લોબલ વોર્મીગ,ઉર્જાસ્ત્રોતો અને પ્રદૂષણના પ્રશ્રો વધી રહ્યા છે તેથી માનવીના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ સંબંધી ઘણાબધા પ્રશ્રો ઉપસ્થીત થયા છે.
આ પ્રશ્રોનો ઉકેલ તથા માનવીની  જરૂરિયાતને પૂર્ણ કરવામાં વિધ્ધુતઉર્જા ની સૌથી વધુ જરૂરિયાત છે. જે ઉર્જા પર્યાવરણને પ્રદૂષિત ન કરે તથા દરેક માનવીને આર્થીક રીતે પોષાય તેવી હોવી જોઇએ આવી જરૂરિયાતને પૂર્ણત: સંતોષી શકાય તે હેતુંએ અમોએ જુદા-જુદા પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ દ્વારા વધરેમાં વધારે વિધ્ધુતઉર્જાનું ઉત્પાદન  કરી શકે તેવું મોડેલ તૈયાર કર્યુ છે. જેમા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ,હાઇડ્રો પાવર પ્રોજેક્ટ,સૌર ઉર્જા પાવર પ્રોજેક્ટ દ્વરા વિજળી ઉત્પન્ન કરવાનો પ્રયત્ન હાથ ધર્યો છેજેના વડે વિપુલ માત્રામાં વિજળી મેળવી શકાય છે. તેમજ પાણીની કટો-કટી ને નિવારી શકાય તથા જમીનનો બચવ થાય તેવુંમોડલ તૈયાર કર્યું છે.


કાર્યપધ્ધતિ :-
()ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ :-
            આ પાવર પ્રોજેક્ટ બનાવવામાં ખુબજ સરળ છેસૌ પ્રથમ કન્ટઇનમેન્ટ બિલ્ડિંગ બનાવી તેમા વધુ પરમાણું ભારાંક ધરાવતુ તત્વ  U237ના એક અણુંનું ન્યુટ્રોન વડે વિખંડન કરી તે અણું માંથી વિપુલ પ્રમાણમાં ઉષ્માઉર્જા મેળવી શકાય છે.જે ઉષ્માઉર્જા દ્વારા વોટર ટેંકમાંનુ પાણી ગરમ થઇ તેમાંથી વરાળમાં રૂપાંતર પામે છેજે ખુબજા ઉંચા દબાણે સ્ટીમ પાઇપમાં પસાર થઇ ટર્બાઇનને ગતિશીલ રાખે છે જેથી ટર્બાઇનસાથે જોડેલ જનરેટર ફરે છેઆથી તે જનરેટર દ્વારા વિધ્ધુત ઉર્જા મેળવી શકાય છે.  જ્યારે તે ટર્બાઇનમાં આવેલી બાષ્પને નકામી ના ગણતા કન્ડેસ્નર ટબમાં તેણે ઠંડુ પાડી તેમાંથી તેણે પાણીસ્વરૂપે ફરીથી પંપ દ્વારા તેને ફરીથી  સ્ટીમ જનરેટરમાં પહોચાડવામાંઆવે છે.




(હાઇડ્રોપાવર પ્રોજેક્ટ:-
               આજના યુગમાં ગામડે ગામડે નહેર દ્વારા પાણી પહોચાડવામાં આવી રહ્યુ છેઆ નહેર દ્વારા ઝડપથી વહી રહેલપાણી માં નાના નાના હાઇડ્રોટર્બાઇન ગોઠવી તે ટર્બાઇન દ્વારા આશરે ૫૦MW વિધ્ધુત ઉત્પન કરી શકાય છેઆ ઉર્જાનો ઉપયોગ ઘર વપરાશ, ખેતીમાં, અને ઉધોગોમાં સફળતા પુર્વક ઉપયોગ કરી શકાય છે.
(સૌર પાવરપ્રોજેક્ટ:-
               જમીન અને પાણીની અછત છે ત્યાં નહેરપર સોલાર પ્લેટોનો શેડ બનાવી પાણી નું બાષ્પીભવન થતું અટકાવી શકાય છે તથા વિધ્ધુત પેદા કરી શકાય છે.


ઊપયોગ:-
       (1) શહેરો તથા ગામડાઓને વિધ્ધુત ઉર્જા પહોચાડી શકાય છે.
     (2) નહેરમાંથી હજારો લીટર પાણીનું  બાષ્પીભવન થતુ અટકાવી શકાય છે.
     (3) પાણીની સમસ્યા દુર કરી શકાય છે.
     (4) કુદરતી ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી આર્થીક રીતે સધ્ધરતા મેળવી શકાય છે.



આ મોડેલની વિશેષતા:
Ø બનાવટ્માં સરળ
Ø સરળ રીતે મોટરનું જોડાણ
Ø વધુ કાર્યક્ષમ
Ø પ્રદૂષણનો અટકાવ
Ø પાણીનો બચાવ
Ø જમીનનો યોગ્ય ઉપયોગ
રચનાના ભાગો:-
·        હાર્ડબોર્ડ
·        મોટર
·        L.E.D લાઇટ
·        P.V.C  પાઇપ
·        ફેક્સીબલ વાયર
·        લોખંડની ખીલીઓ
રચનાના મુદ્દા:-
Ø વિધ્ધુત નિયંત્રણની યોગ્ય ગોઠવણી
Ø P.V.C  પાઇપ(કેનાલ) મા પાણીનો પ્રવાહ ચાલુ કરવો
Ø હાઇડ્રો ટર્બાઇનું કેનાલ માં જોડણ
Ø મોટરનું વિધ્ધુતવાયર સાથેનું જોડાણ
Ø L.E.D લાઇટનું જોડાણ



પરિણામ:-
              ઘણા બધા પ્રયત્નો પછી અમે એક રચના બનાવી જેની મદદ થી વધુમાં વધુ વિધ્ધુત ઉત્પન્ન કરી માનવી ની જરૂરિયાત સંતોષી શકાય



સમાપન:-
              અમારી પાસે ઉપલબ્ધ તમામ સાધનોનો ઉપયોગ કરી આ મોડેલ બનાવેલ છે જે બદલ અમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે મિત્રો એ માર્ગદર્શન આપ્યુ છે તેમનો ખુબ ખુબ આભાર સહ......

સેન્ટર માં:-     પ્રથમ
તાલુકા માં:-    પ્રથમ

જિલ્લા માં:-    પ્રથમ


વિભાગ -3 ની કૃતિ...

કૃતિનું નામ :- અપંગો માટે સીડી પર ચઢી શકે તેવી ગાડી
માર્ગદર્શકપટેલ ઉમંગકુમાર પી.
બાળ વૈજ્ઞાનિક: (1) વણકર ગમનભાઇ એલ. (2) સોની સૌરવકુમાર કે.


સિધ્ધાંત :-
           (વિધુત ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર.

પ્રસ્તાવના :-
              રાજ્યકક્ષાના ગણીત વિજ્ઞાનના પ્રદર્શનનો વિષય વૈજ્ઞાનિક અને ગાણિતિક નાવિન્યીકરણ છે. ત્યારે નાવિન્યીકરણની અગત્યતાને ધ્યાનમાં લઇને ભારત સરકારે વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૦ ના દશકાને વિકાસના હેતુસર નાવિન્યીકરણનો દશકો તરીકે જાહેર કરેલ છે.
        

               હાલમાં કૃષિ, ઉધોગો, ગ્લોબલ વોર્મિંગ, ઉર્જા સ્ત્રોતો, પ્રદુષણ અને વધુ અગત્ય આપી શકાય તે સ્વાસ્થ્ય સંબંધી ઘણાબધા પ્રશ્ર્નો ઉપસ્થિત છે, ત્યારે અમે આ સમસ્યાના ઉકેલ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનને સમજીને અમે અને અમારાસહયોગી માર્ગદર્શક સાથે માળીને એક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાના નિવારણ કરવાનો એક પ્રયાસ હાથ ધર્યો છે.
            ભારત જેવા વધારે જન સંખ્યા ધરાવતા દેશોમાં શારીરીક રીતે ખોડ-ખાપણ, અપંગ,અશક્ત અને લકવાથી પીડીત વ્યક્તિઓની સંખ્યા વધુ છે. આવી પરિસ્થિતિમાં તેવા લોકો બીજાનો બોજ બની રહે છે અને બીજાની મદદ લેવી પડે છે. તેમને ક્યાંક જવુ હોયતો બીજાનો આશ્રય લેવો પડે છે અને ઘણી મુશ્કેલી પડે છે  તેથી તેઓ માટે આ એક નવો પ્રયાસ હાથ ધર્યો છે. હજુ ઘણી જગ્યા છે કે જ્યાં લીપ, ઉડ્ડન-ખટોલા વગેરેની સગવડ નથી અને ઉપલબ્ધ કરી શકાય તેવી પરીસ્થિતિ નથી. આ પરિસ્થિતિથી બહાર આવીને  અમોએ સીડી પર ચઢી શકે તેવી ગાડી  બનાવવાનો પ્રયાસ તેમજ વિચાર આ પ્રોજેક્ટ્માં કર્યો છે.
                આ વિચાર અને પ્રોજેક્ટ દ્વારા આવા વ્યક્તિઓ સામાન્ય માણસની જેમ હરી-ફરી  શકે અને અનેક સ્થળોની મુલાકાત લઇ શકે. ઘણી વખત આવા વ્યક્તિઓએ હરવા ફરવાની અનુકુરતા ન હોવાને કારણે અભ્યાસ, નોકરી અને ધંધો છોડી દેવો પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સમાજ અને વિજ્ઞાન સતત વિચારતુ રહ્યુ છે. જેથી કરીને આ વખતના પ્રદર્શનને અનુસંધાને  વિભાગ: ૩ સ્વાસ્થ્ય વિષય: અંધ અને અશક્ત વ્યક્તિઓ માટેના સહાયરૂપ સાધનો વિશેનો વિચાર કર્યો છે.


કાર્ય પધ્ધતી:
          આ પ્રોજેક્ટમાં મોટર સાથે આધાર આપી બે સમાન ત્રીજ્યાંના ખાંચાવાળાં ટાયર જોડવામાં આવેલ છે. તેમજ થોડાક અંતરે ત્રીજુ ટાયર એલ્યુમીનીયમની પટ્ટી સાથે જોડી એક સમાંતર બેઠક બનાવવામાં આવી છે. જેથી કરી તેના ઉપર ખોડ-ખાપણ,અપંગ અને અશક્ત વ્યક્તિઓ બેસી શકે છે. આ ટાયરની રચના એવી છે કે સીડીના પગથીયામાં ટાયરનાં ખાંચા ફસાઇ અને એલ્યુમીનીયમની પટ્ટી પરના ટાયર વડે સીડીને સમતલ રહી ઉપર તથા નીચે ચઢી અને ઉતરી શકાય છે અને સમતોલન જાળવી શકાય છે. તદઉપરાંત આ ટાયરને બેરીંગ અને હબ સાથે જોડવામાં આવે તો તે ગાડીને ડાબી તથા જમણી દિશામાં વળાંક આપી શકાય છે.
ઉપયોગ:
       (1) અપંગ માણાસને સીડી ચઢવામાં ઉપયોગી છે,
       (2) ઘરડાં, અપંગ અને અશક્ત વ્યક્તીઓ પણ ચઢાણ વાળા ધાર્મિક સ્થળોના પ્રવાસે જઇ શકે છે.
       (3) અપંગ નોકરીયાત વ્યક્તિ કે જ્યાં લીપ ની સગવડ નથી તે વ્યક્તિ બહુમાળી ઇમારત ચઢ – ઉતર કરી શકે છે.
       (4)  વ્યક્તિ પોતાની સાથે વેપારમાં ઉપયોગી ચીજવસ્તુ અને માલ સામાન પણ લઇ જઇ શકે છે. 


 ગાડીના વિવિધ મોડેલ:
l બે વ્હીલવાળી ગાડી
l ત્રણ વ્હીલવાળી ગાડી
l ચાર વ્હીલવાળી ગાડી
l છ વ્હીલવાળી ગાડી

આ ગાડીની વિશેષતા:
l પોષાય તેવી કિંમત
l બનાવટમાં સરળ
l સરળ રીતે મોટરનું જોડાણ
l વધુ કાર્યક્ષમ
l યોગ્ય બેઠક વ્યવસ્થા
l અનુકુળ સમતોલન
l સલામતી વ્યવસ્થા
l સાનુકુળતા

રચનાના ભાગો:

રચનાના મુદ્દા:


1.    વિધુત નિયંત્રણની યોગ્ય ગોઠવણ
2.    મોટરનું વિધુત નિયંત્રણ સાથેનું જોડાણ
3.    નિયંત્રણ યંત્રનું વિજ જોડાણ
4.    તપાસ
5.    બેસવા માટેનું પ્લેટફોર્મ
6.    ધરી સાથે પ્લેટફોર્મનું જોડાણ
7.    ધરી સાથે સળિયા વડે કાપાવાળા બે ટાયરનું જોડાણ
8.    વ્હીલ એલાઇમેન્ટ
9.    પ્લાયવુડએલ્યુમીનીયમની પટ્ટી અને ટાયર સાથે જોડાણ
10.                       ફાઇનલ તપાસ
11.                       40 R.P.M. મોટર સેટીંગ
12.                       વજન ક્ષમતા માપન ( As per motor capacity)
13.                       વિધુત ક્ષમતા માપન (૧૬ વોલ્ટ)   
14.                       વર્ક આઉટ




      પરિણામ:
                  ઘણાબધા પ્રયત્નો પછી અમે એક અજોડ રચના હાથ ધરી છે. જેની મદદથી ઉંચાઇએ આવેલા પગથીયા પણ  સરળતાથી ચઢી શકાય છે.

    વધુ અભ્યાસ માટે:
l  મોટરની કાર્યક્ષમતા વધારવામાં આવે તો આનાથી પણ સારું પરિણામ આપી શકાય છે.
l  વ્હીલ સાથે હબ તેમજ સ્ટેરીંગ લગાડવામાં આવે તો ડાબે અને જમણે વળાંક આપી શકાય છે.
 
     સમાપન:

         અમારી પાસે ઉપલબ્ધ તમામ સાધનોનો ઉપયોગ કરી આ ગાડીને શિખર સુધી લઇ જવામાં અમે સફળતા પ્રાપ્ત કરી છે. જે બદલ અમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે મિત્રોએ માર્ગદર્શન આપ્યુ છે તેમનો ખુબ ખુબ આભાર સહ.......
સેન્ટર માં:-     પ્રથમ
તાલુકા માં:-    પ્રથમ
જિલ્લા માં:-    પ્રથમ

વિભાગ- સંસાધનો

કૃતિનું નામઃતરંગ ટ્રાન્સમીશન
સિધ્ધાંતઃવિધુત ઉર્જાનું તરંગ ઉર્જામાં રૂપાંતર.


રચનાઃ-
                    એફ.એમ-રેડિયો સ્ટેશન માટે એક ઈલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ કરીને એફ.એમ રેડિયો સ્ટેશન બનાવવુંતેની બાજુમાં એક પ્લાસ્ટિકની પટ્ટીઓ વડે ટાવર બનાવવોજેના પર વાયર દ્વારા તરંગોને છોડી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવીએફ.એમ-રેડીયો સ્ટેશન પૂંઠા અને સફેદ કાગળની મદદથી બનાવવીતેમજ એક મોબાઈલ ફોન કે જે એફ.એમ સક્ષમ હોય તેના દ્વારા 98.5 ફ્રિકવન્સી સેટ કરીને એફ.એમ-રેડીયો સ્ટેશનદ્વારા પ્રસારીત થયેલા કાર્યક્રમ સાંભળી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવી.
       
           તદઉપરાંત શુટીંગકેમેરાનો ઉપયોગ કરીને એક સ્ટુડીયો બનાવવામાં આવ્યો છે. જેમાં ઉપગ્રહની મદદથી તરંગ ટ્રાન્સમિશનમાંથી તરંગો છોડી ધર, ઓફીસા તેમજ અનેક સ્થળોએ ટીવી ડીશ લગાવી ટીવી તથા મોબાઇલ મારફતે તેમાથી પ્રસારિત થતુ લાઇવ દ્રશ્ય જોઇ શકાય છે અને તેને સાંભરી શકાય છે.

       
    
કાર્યપધ્ધતિઃ-
       (૧)    એફ.એમ-રેડીયો સ્ટેશન દ્વારા પ્રસારીત થતા વિવિધ તરંગો પ્રસારણ ટાવર દ્વારા પ્રસારીત કરવામાં આવે છેપ્રસારણ ટાવર આ તરંગોને ઉપગ્રહ તરફ વિધુતઉર્જામાંથી તરંગ ઉર્જામાં રૂપાંતર કરીને મોકલે છે જે ઉપગ્રહ દ્વારા ઝીલીને સંમગ્ર પૃથ્વી પર મોકલવામાં આવે છેજેથી સમગ્ર પૃથ્વી પર આ ફ્રિકવન્સી ધરાવતા તમામ મોબાઈલમાં કે રેડીયોમાં તેને સાંભળી શકાય છે.
     (2)     લાઇવ સ્ટુડીયોમાં પ્રસારીત થતા કાર્યક્રમો વિવિધ તરંગો રૂપે ટાવર દ્વારા પ્રસારણ કરવામાં આવે છે. આ પ્રસારણ ઉપગ્રહની મદદથી ઝીલી ઉપરની પ્રક્રીયા મુજબ પ્રુથ્વી પર ઘર,ઓફીસ વગેરે જેવા સ્થળોએ મોબાઇલ તથા ટીવીમાં લાઇવ જોઇ શકાય છે અને સાંભરી શકાય છે.
    ફાયદાઃ-
           (1) મનોરંજન પૂરૂ પાડી શકાય છે.
         (2) રેડીયાટી.વી વગેરે આ પધ્ધતિ દ્વારા જ કાર્ય કરે છે.
         (3) આર્મીએરફોર્સ નેવી વગેરે આજ પધ્ધતિ દ્વારા માહિતી         આદાન પ્રદાન કાર્ય કરે છે.
            (૪) જ્યાં સૈનિકોને રહેવું શક્ય નથી તેવી સરહદી વિસ્તારમાં આ સગવડ ઉભી કરી સરહદી સુરક્ષા તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે.
    

 રચનાના ભાગો:
હાર્ડબોર્ડ
L.C.D. TV
પ્લાસ્ટીક પાઇપ
પૃથ્વીનો ગોળો
ઇલેક્ટ્રીક સરકીટ
કુત્રીમ ઉપગ્રહ
બેટરી
સેલોટેપ
માઇક
નટ, બોલ્ટ
ફેક્સીબલ વાયર
રંગીન કાગળ
કેમેરો
પૂંઠા
ડીશનું કાચુ મટીરીયલ્સ
કનેક્ટીંગ વાયર

    

       વિશેષતા:
·       બનવવામાં સરળ
·       કાર્યક્ષમ
·       ખુબજ ઉપયોગી
·       પોષાય તેવી કીમતે
·       રોજીંદા જીવનમાં ઉપયોગી


       પરિણામ:
          ઘણાબધા પ્રયત્નો પછે અમે એક અજોડ રચના હાથ ધરીછેજેની મદદથી વાતચીત કરી શકાય અને દ્રશ્યમાન સાધનનેકાર્યક્ષમ કરી શકાય છે તે  મોડેલ દ્વ્રારા સાર્થક કરી શકાયુ છે.
       સમાપન:
        અમારી પાસે ઉપલબ્ધ તમામ સાધનનો ઉપયોગ કરી આ મોડેલને કાર્યરત કરવામાં જેમને સહકાર આપ્યો છે તેમેનો ખુબજ આભાર પાઠવીએ છીએ.


સેન્ટર માં:-     પ્રથમ
તાલુકા માં:-    પ્રથમ

0 comments:

Post a Comment

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();