ગણિત વિજ્ઞાન પ્રદર્શનની રાજ્યકક્ષા સુધીની સફળ ~ BHESHANA

Monday, 13 February 2017

ગણિત વિજ્ઞાન પ્રદર્શનની રાજ્યકક્ષા સુધીની સફળ


તા-04.01.2013 થી તા-07.01.2013 સુધી રાજકોટ મુકામે યોજાયેલા વિજ્ઞાન-ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભેસાણા પગાર કેન્દ્ર શાળાની કૃતિ સાથે શાળાના બે બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષક સાથે શાળાના મુખ્યશિક્ષક




ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2012
વિભાગ-1 ઉધ્યોગ
કૃતિનું નામઃ- પાઈપ ઈસ્પેક્ષન રોબોટ
સિધ્ધાંતઃ- રોબોટની કાર્યપધ્ધતિ.
રચનાઃ- આકૃતિ-1માં બતાવ્યા મુજબનો એક ત્રણ સિડી જેવા આધારો વાળા ટાયરને જોડીને એક બંન્ને દિશામાં સરકી શકે તેવી તથા પોતાના વ્યાસ તરફ અને કેન્દ્ર તરફ સરકી શકે તેવી એક સાદી ગાડી જેવી રચના બનાવો. જેને સાદી મોટરો દ્વારા જોડવાથી રોબોટ આગળ-પાછળ સરકી શકે તેવો બને છે. રોબોટની આગળની તરફ વિડીયો કેમેરો જોડી તથા એલ ઈ ડી દ્વારા પ્રકાશ પાડીને તેના દ્વારા જીલાતુ દ્રશ્ય કોમ્પ્યુટર સ્ક્રિન પર જોઈ શકાય છે. એક મોટુ નકામુ ખોખુ લઈ તેમાં એક પાઈપ ગોઠવી તેમાં રોબોટ ગોઠવીને તેને રમકડાની ગાડીના રિમોટ સાથે જોડીને રિમોટ વડે આગળ-પાછળ ફળે તેમ ગોઠવી શકાય છે. સમગ્ર રચના સાથે કોમ્પ્યુટર જોડીને સમગ્ર રચનાને આખરી ઓપ આપવામાં આવેલ છે.

કાર્યપધ્ધતિઃ- આકૃતિ-1માં બતાવવામાં આવેલા રોબોટને પાઈપ દ્વારા બનાવવામાં આવેલ બોરવેલ જેવી રચનામાં મુકવામાં આવે છે ઈલેક્ટ્રોનિક રચના વડે તેને આગળ પાછળ મુવમેન્ટ કરી શકાય છે.  અને તેના દ્વારા પાઈપની સ્થિતિ જાણી શકાય છે. ઘણી વખત પાઈપમાં કે બોરવેલમાં બાળકો પડી જતા હોય છે પાઈપમાં તેમની સાચી  સ્થિતિ જાણી શકાતી નથી જેના દ્વારા બાળકો મૃત્યુ પામવાની ઘટનાઓ વારંવાર બને છે. આ રોબોટ દ્વારા પાઈપમાંની સ્પૂર્ણ સ્થિતિ કોમ્પ્યુટર સ્ક્રિન પર જોઈ શકાય છે અને તેના માટે આપણે ચોક્કસ દિશામાં બચાવ કામગીરી કરી શકીએ છીએ.

ફાયદાઃ-(1) બોરવેલમાં પડી ગયેલા બાળકોને બચાવી શકાય છે.
        (2) ઓઈલ હેરફેર કરતી પાઈપ લાઈનના ભંગાણની સ્થિતિ જાણી શકાય છે.
        (3) કોઈ પણ પ્રકારની ઔધોગિક પાઈપ લાઈનનું ઈસ્પેક્શન સરળતાથી કરી શકાય છે.

0 comments:

Post a Comment

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();